કવિતા, ગઝલ, માયા, કાયા
કવિતા, ગઝલ, માયા, કાયા
પ્રથમ બંધાણી પ્રીત નયણે,
પછી થયો સંચાર હ્રદયે,
'ને પછી ફૂલ્યો ફાલ્યો
આચારે વિચારે
અંગે અંગે
રોમે રોમે
ને પછી
ઉજવાય ભીતરમાં
પ્રત્યેક પળે
રોમાંચક તહેવાર
તેનું નામ
પ્રેમ.

