ક્ષણના મહેલમાં કોણ રડ્યું હતું
ક્ષણના મહેલમાં કોણ રડ્યું હતું
ક્ષણના મહેલમાં કોણ રડ્યું હતું?
આંખોના સ્વપ્ને જે ચડ્યું હતું..
કહાની છોડી દીધી ભલે તે,
ભીતર છતાં કંઈક તૂટ્યું હતું...
રોજ પ્રેમનો આલાપ કરે બધા
મર્યા પાછળ કોણ મર્યું હતું ?
મળ્યા હતા તે પ્રીતની સડકે,
ત્યાં એક ઝાંઝર રણકયું હતું.
યાદ અચાનક તારી જ્યારે આવી,
અનુ ડૂસકું કંઠે અટક્યું હતું.

