STORYMIRROR

Kalpesh Patel

Inspirational Others

4  

Kalpesh Patel

Inspirational Others

કસબ

કસબ

1 min
399

સ્વપ્નો મૃગજળનાં જોઈ

ના દિવસ ના રાત જોઈ,


દોડે સાકાર કરવા કોઈ 

કરે કરતબ જોર દઈ,


અટકશે, જે છે તે ખોઈ

ભટકશે પછી, તે રોઈ,


ઘોર નકામીને તે જોઈ

પસ્તાય માથે હાથ દઈ,


એકડો નવો ઘૂંટે તઈં..

મથે લોથપોથ થઈ,


કોસી તાતને, જાય સૂઈ.!

સમજ હવે ભાઈ તંઈ ....


છોડી દે પસ્તાવાનું કંઈ

નહીં ચાલે ‘કસબ’ કોઈ.


વિચાર વિસ્તાર :- અતિપ્રવૃત્તિ અને અતિનિવૃત્તિ બંને સમાન અહિતકારી છે. - સમયથી પહેલાં અને કિસ્મતથી અધિક કોઈને ક્યારેય મળતું નથી. - ધનની આસક્તિ કરતાંયે ખોટા વિચારોની આસક્તિએ અનેક અનર્થો સર્જ્યા છે. વિચારોની ઉદારતા એ મનુષ્યની સભ્યતા છે. ઉપરવાળા પાસે કોઈ 'કસબ' (કાવાદાવા) ચાલતો નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational