STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

કરવું સંતોનું સન્માન

કરવું સંતોનું સન્માન

1 min
655


કરવું સંતોનું સન્માન.

ચરણ મહી તેના શિર ધરવું મૂકી સર્વ ગુમાન... કરવું.

પ્રભુ માટે છે કાયા જેની, જે પ્રભુના જ ગુલામ,

પ્રભુના પ્રેમે બડભાગીને દિલનુ દેવું દાન... કરવું.

દંભ મૂકી સેવી તઓને કરવુ નિજ કલ્યાણ,

ધન વિધ્યા વય કે વૈભવનું ધરવુ ન કદી ધ્યાન... કરવું.

નમ્ર બની સત્કાર કરીને ધરવાં વચનો ધ્યાન,

શીતલ કરવું અંતર તેમજ શીતલ કરવા કાન... કરવું.

પ્રસન્ન બનતાં સંતો એવા દે મંગલનું દાન,

‘પાગલ’ જાણે ના ક્યાં કેવે રૂપ મળે ભગવાન ! ... કરવું.

- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics