STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Others

કૃપા કરી દો

કૃપા કરી દો

1 min
350


આજ તમારી કૃપા કરી દો.

પૂર્ણ પ્રેમથી પ્રકટ થઈને,

દિવ્ય સુધાથી પ્રાણ ભરી દો;

કોટિ ચંદ્રથી ચારુ બનીને,

તાપ મહારા ત્રણે હરી લો ....આજ

બાકીના જે દિવસ રહ્યા છે

તે સૌને મધુદાન ધરી દો;

મધુર સુવાસ ફરે છે જેવી,

તેમ જ મારે હૃદય ફરી લો ....આજ

દિવ્ય તમારી દષ્ટિ ઢાળી,

જીવન મારું દિવ્ય કરી દો;

કૃપા વર્ષણે પ્યાસ શમાવી,

પ્રકાશથી મુજ પ્રાણ ભરી દો ....આજ


Rate this content
Log in

Similar gujarati poem from Classics