કોરોના વોરિયર્સ
કોરોના વોરિયર્સ
કેવી કેવી આફતો દુનિયામાં આવી છે !
નવા નવા વાયરસ છવાઈ રહ્યા છે,
કોરોના વાયરસથી લોકો પરેશાન થાય છે,
અને હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે,
ખડે પગે લોકો દોડાદોડી કરે છે,
મેડિકલ સ્ટાફ પણ નિરંતર સેવા કરે છે,
ચોવીસ કલાકની મહેનતે સાજા કરે છે,
છતાં પણ લોકો બદનામ કરે છે,
હશે કો'ક એવા લાલચુ, જે લોકોને લૂંટે છે,
પણ એનાથી વોરિયર્સને કેમ બદનામ કરે છે !
આવા કોરોના વોરિયર્સ તો દેશનું રત્ન છે,
આ માટે એમનું સન્માન પણ લોકો કરે છે,
કોરોના વાયરસથી લોકો જાન ગુમાવે છે,
સેવા કરતા વોરિયર્સ પણ મૃત્યુ પામે છે,
નિત નવી વેક્સિન માટે પ્રયત્ન કરે છે,
ભારતને કોરોના મુક્ત કરવા,
બલિદાન પણ કરે છે,
ક્યારે સમજીશું આપણે, એ પણ હિતેચ્છુ છે,
એમના જીવનનું મૂલ્ય પણ અણમોલ છે,
એક સલામ વોરિયર્સને, આપવું ઘટે છે,
એમને પણ કૌટુંબિક જીવન જીવવું ગમે છે.
