STORYMIRROR

Shivangi Mandaviya

Inspirational

3  

Shivangi Mandaviya

Inspirational

ખાલીપો

ખાલીપો

1 min
13.4K


પવન પડદા સાથે વાત કરે છે

બંધ બારીની પૂછતાછ કરે છે.

ચાર દીવાલો વચ્ચેનો સન્નાટો છે સુરમય,

તો કેમ ટાંગેલી તસવીરો કકળાટ કરે છે?

છે શિયાળાની રાત અને એકેય લાકડું નથી,

તો શું એ ઈચ્છાઓને બાળી તાપ કરે છે?

ભરચક શહેરને અંદર ચાર ખુણાનો ખાલીપો છે એટલે 

એ આયનો તોડવાની પ્રતિબિંબને રજુઆત કરે છે?

મૂર્તિ નથી, મંદિર નથી, નથી એકેય અગરબત્તી

તો કોને એ નમન કરી યાદોનું ભભૂત કરે છે?


Rate this content
Log in

More gujarati poem from Shivangi Mandaviya

Similar gujarati poem from Inspirational