STORYMIRROR

Shivangi Mandaviya

Romance

3  

Shivangi Mandaviya

Romance

તારા વગર.

તારા વગર.

1 min
12.9K


એક તારો ખર્યો હતો, તારા વગર

મેં તને માંગ્યો હતો, તારા વગર.

એકલતા ચાલી પાછા પગે ટકોરા દઈ,

જોઈ ગઈ મને તારી સાથે, તારા વગર.

ભીતર ખખડતું હતું, ખાલીપણું સતત 

મેં ભર્યો મારામાં તને પણ તારા વગર.

તું મળ્યો હતો એક રંગીન રાતે મને યાદ છે.

પણ સવાર પડી પાછી એમ જ, તારા વગર.

હવા બાતમી આપે છે કે તું નહીં આવે તો પણ 

તારા આવવાનો આભાસ થાય મને, તારા વગર.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Shivangi Mandaviya

Similar gujarati poem from Romance