STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

કદર

કદર

1 min
437

પ્રત્યેક સારાં કામની કદર થવી ઘટે.

અનુસરણે સત્યની અસર થવી ઘટે.


ટીકા ને પ્રશંસા તો થતી જ રહેવાની, 

આપણા રાહ તણી ખબર થવી ઘટે.


'તુંડે તુંડે મતિર્ભિન્ના' તાસીર જગતની,

વર્તણૂક આપણી દૂધ-સાકર થવી ઘટે.


કોઈની નિંદા તો સહજ થઈ જનારી,

પ્રોત્સાહનની વૃત્તિ જબ્બર થવી ઘટે.


માનવ્ય એ અદ્દભુત પાસું આપણું, 

પ્રગટ માનવતા ઇશ ખાતર થવી ઘટે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational