કારણ શું હશે
કારણ શું હશે
નાસમજ નાદાન જિંદગી કેવી હશે ?
કારણ શું હશે કે નાની ઉંમરે લગ્ન થયું હશે ?
ભણતર ગણતરની ઉંમર
બાળપણની પણ કેવી રમત !
એ ઉંમરે લગ્ન થાય તો
શીખવાની ઉંમર કઈ હશે !
નાની ઉંમરે લગ્ન પછી !
બોજ કેવો પડતો હશે ?
કારણ શું હશે ?
કે મુગ્ધતા છીનવી લીધી હશે !
પ્રગતિના રાહે જતી
બાલિકાના અરમાનો છીનવી લે છે !
બોજ પડે મા-બાપ પર
માસુમો પણ પરાયા થશે !
કારણ શું હશે કે
નાની ઉંમરે લગ્ન થતા હશે !
કશું ના આવડે આ ઉંમરે
પછી ટોણાં ટીપ્પણીઓ કેવી થતી હશે ?
એકબીજાને સમજવાની ઉંમર
અઢાર પછી ઠરેલ ગણાય
કાચી ઉંમરે લગ્ન પછી
માતા બનવાની ઉંમર પણ નાની હશે !
ના સમજે એને સમજાવો
બાલિકા વધુ હવે ના બનાવો
સાચી ઉંમર લગ્નની
પરિપક્વતા હશે તો થતી હશે !
કારણ કારણ પૂછો ના હવે
યોગ્ય ઉંમરે લગ્ન કેમ થતાં હશે ?
વંદન છે એ માતપિતાને
એકવીસ વર્ષ પછી દીકરીના લગ્ન કરતાં હશે !
