STORYMIRROR

Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

કાબુમાં રાખો

કાબુમાં રાખો

1 min
127

સારા સંસ્કાર આપીને સાચવો

વડીલો હવે થોડું સમજો


સમય હવે નથી પહેલા જેવો

એટલે ઘરને સાચવી જીવો


યુવાની હોય છે ઘોડા જેવી

બેલગામ બનીને જીવતી


ખોટા વ્યસની બની શકે છે

મિત્રતામાં ભૂલા પડી શકે છે


ધર્મ અને અધર્મનું નથી જ્ઞાન

બસ ઈશ્વરને નકારવો એનું જ્ઞાન


ઘરના વડીલો સાવચેત રહેજો

યુવાનોને સમજાવીને જીવજો


જો જો યુવાન હાથથી ના જાય 

બાળપણથી જ સારી ટેવો પાડો


ભરોસો અજાણ્યા પર કરવો નહીં

પોતાના વિચારોને કાબુમાં રાખો 


વાત અહીં અટકતી નથી

સજ્જન બનીને રહેતા શીખો


ચંચળ મન ચરવા જાય

મન હોય તો માળવે જાય


સંયમી બનીને હવે જીવો

વિચારો પર અંકુશ મુકો


ના કરો કોઈને દુઃખી 

હસતા રહો, રહેશો સુખી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational