જરુરી
જરુરી
જીવનમાં સરાસાર વિવેક હોવો જરુરી,
વિચારે આચારે માનવ એક હોવો જરુરી.
વિચારીને પગલું ભરનાર ન પસ્તાય કદી,
પ્રમાણિકતાના પાયે કોઈ નેક હોવો જરુરી.
મૂઠી ઊંચેરા માનવ થવાનું રાખો સ્વપ્નને,
તપાસો મૂળ ઇમાનદાર દરેક હોવો જરુરી.
ભ્રષ્ટાચાર ભરખી ન જાય માનવતાને કદી,
નખશિખ શિષ્ટાચાર એ છેક હોવો જરુરી.
પથ્યાપથ્ય પરેજી હોય જેનાં કદમ માંડતાં,
આકૃતિ પ્રકૃતિમાં માનવ પ્રત્યેક હોવો જરુરી.
