STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

જરી આવો રે

જરી આવો રે

1 min
151


જરી આવો રે, પ્રિય આવો રે,

હરિના ભજનનો લ્હાવો લઇએ !


દિવસ રાત કાળ માળા જપી રહ્યો,

અજપાજાપે જપી એને લઇએ ! ... જરી.


સૂરજ ને ચંદ્ર જેને ફેરા ફરી રહ્યા,

પ્રેમ થકી પૂજી સૌ એને લઇએ ! ... જરી.


સુખ છે ભજન જેવું સંસારે એક ના;

આનંદ-સાગરમાં ન્હાઇ લઇ એ ! ... જરી.


કરતાલ ઝાંઝ કે તાળી વગાડતાં,

બેચાર આંસુ જરી સારી લઇએ ! ... જરી.


હરિની કૃપા અખંડ વરસી રહી છે,

દુઃખના ડુંગર શાને વહોરી લઇએ!.. જરી.


- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics