જોયાં
જોયાં


ગાગાગાગા ગાગાગાગા
હૂંફે ઢાંકયાં શ્રીફળ જોયાં
આંખે સરતાં કાજળ જોયાં
આ જૂઓ લીલાં અરમાનો
લોકોને મેં હણતાં જોયાં
ઊર્મિઓની યાદો આંજી
વરસેલાં મેં વાદળ જોયાં
ભીની આંખો સંતાડીને
અભિનયથી મેં વિહવળ જોયાં
થીજેલી ભીની છાયામાં
યાદોનાં તો ઝાકળ જોયાં
ઉરમાં ઊંડે કંડારેલી
વાતોનાયે મૃગજળ જોયાં.