જો મંજૂરી મળે તો
જો મંજૂરી મળે તો
તારો હાથ પકડી તારી સાથે ચાલવું છે ...
જો મંજૂરી મળે તો.
તારી આંખોની ઊંઘ બનવું છે...
જો મંજૂરી મળે તો.
તારા સપનાઓનો સાથી અને તારી ખુલ્લી આંખોનું સ્વપ્ન બનવું છે...
જો મંજૂરી મળે તો.
તારી આંખોનું તેજ બનવું છે...
જો મંજૂરી મળે તો.
તારા દિલના દરવાજાની ચાવી બની દસ્તક દેવી છે...
જો મંજૂરી મળે તો.
તારા દર્દમાં ભાગીદાર બનવું છે...
જો મંજૂરી મળે તો.
તારી ખુશીનું અને સ્વીટ સી સ્માઈલ નું કારણ બનવું છે...
જો મંજૂરી મળે તો.
તારા નામમાં મારુ નામ જોડવું છે...
જો મંજૂરી મળે તો.
તારી 'ના' માં પણ 'હા' પડાવવી છે...
જો મંજૂરી મળે તો.
તારાં આઈસ્ક્રીમનાં ભાગીદાર બનવું છે...
જો મંજૂરી મળે તો.
તને ન ભાવતા પીઝાનો ભાગીદાર બનાવવો છે...
જો મંજૂરી મળે તો.
મારી કવિતાના શબ્દો અને સ્યાહી બનાવવો છે...
જો મંજૂરી મળે તો.
મારી બુક્સનું પ્રથમ પાનું બનાવવો છે...
જો મંજૂરી મળે તો.
તારા લક્ષ્યનો ધ્યેય બનવું છે...
જો મંજૂરી મળે તો.
વરસાદમાં અડધી રાત્રે ભીંજાવું છે...
જો મંજૂરી મળે તો.
એકબીજાની નામંજૂરીમાં પણ મંજુર થવું છે...
જો મંજૂરી મળે તો.
તું કાંઈ કહે એ પહેલાં તને સમજવો છે...
જો મંજૂરી મળે તો.
જો મંજૂરી મળે તો...
મારી આ નાની દુનિયાનો મોટો હિસ્સો બનાવવો છે.
તારો હાથ પકડી તારી સાથે ચાલવું છે...
જો મંજૂરી મળે તો..
બસ જો તારી મંજૂરી મળે તો.

