જો લાગણી વહેતી હોત તો
જો લાગણી વહેતી હોત તો
નદીમાં જળની જગ્યાએ,
જો લાગણી વહેતી હોત તો,
તો સૌથી શુદ્ધ લાગણી,
વહેત પ્રેમ નામની નદીમાં,
મનુષ્ય કદાચ લાગણીને
ઓળંગવા માટે બનાવત તર્કનો પૂલ,
નિસ્વાર્થ પ્રેમને જોવાબનાવવામાં,
આવત અવનવાં "પ્રેમ ફ્રન્ટ",
અને બંધ બનાવવાં માટે,
વપરાત "સમાજ" નામનો સામાન,
પ્રેમની નદીમાં દૂષણ રૂપે છોડાત,
ઈર્ષા, વાસના અને લાલચનાં કેમિકલ્સ,
પણ પ્રેમની નદી શોધી કાઢત,
કોઈક ને કોઈક રસ્તો પોતાના,
પ્રિયતમને મળવાનો , પામવાનો.
