STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

જિંદગી

જિંદગી

1 min
451

જન્મ અને મૃત્યુ વચ્ચે રહે છે જિંદગી, 

મૌન તોય કેટકેટલું સૌને કહે છે જિંદગી. 


ક્યાંક સરિતાવત્ તો ક્યાંક મંથર ગતિ,

ધરી ધીરજને આખરે એ સહે છે જિંદગી. 


મોસમની જેમ બદલાય મિજાજ એનો,

સુખદપળે ઝરણાંવત્ એ વહે છે જિંદગી. 


કોઈ નથી પામી શકતું રહસ્ય અગોચર,

મોતના બિછાને પણ સૌ ચહે છે જિંદગી. 


અનુકૂલનની આવડતે સરળ થૈ જનારી,

બાકી ફરિયાદોમાં સૌની વીતે છે જિંદગી. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational