જિંદગી
જિંદગી
1 min
75
રોજબરોજ સરકતી જાય જિંદગી,
તોય જાણે કે મરકતી જાય જિંદગી,
સેકન્ડ, મિનિટ, કલાકને દિવસરાતમાં,
પળેપળે રખે ઓસરતી જાય જિંદગી,
આંખના પલકારે વર્ષો જાય વીતતાં,
યૌવનથી જરા આપતી જાય જિંદગી,
કદી ન ગમતું કે વધે છે ઉંમર આપણી,
દિવસોને કેવી ઘટાડતી જાય જિંદગી,
સત્કર્મો કરી શણગારો તમે બચેલીને,
કૃશદેહને શ્વેતવાળે કે'તી જાય જિંદગી.