STORYMIRROR

Mehul Bhatt

Drama Fantasy Inspirational

3  

Mehul Bhatt

Drama Fantasy Inspirational

જીવનની વ્યર્થતા ...ની વાત

જીવનની વ્યર્થતા ...ની વાત

1 min
27.3K


શું ઉગ્યું શું આથમ્યું મનવાં,

અમથું શીદ આખડવું મનવા!


લેતી દેતીની મૂક પળોજણ,

વણહકનું શીદ પામવું મનવા?


લખચોરાશીનાં હિસાબ મેલીને,

આજ મળે તે માણવું મનવા!


શાસ્તર બધાં આઘા મેલીને,

ભિતરનું સાચું માનવું મનવા!


સગા સંબંધ સૌ ખોવાઇ જાશે,

સગપણ મીથ્યા માનવું મનવા!


પ્રેમ પદારથ સાચું સગપણ,

આસક્તિએ નવ રાચવું મનવા!


શ્વાસની માયા એ છૂટી જાશે,

અમથું હું પદ ત્યાગવું મનવા!


નથી અવતું સાથે કશું ય,

વધ નું ના સંઘરવું મનવા!


કોઇનું લીધે કદી વધતું નથી,

દેવામાં સુખ જાણવું મનવા!


‘મેહુલે’ કહી દીધું સીધું સઘળું,

ગળે ઉતરે તે રાખવું મનવા!


Rate this content
Log in

Similar gujarati poem from Drama