STORYMIRROR

Indraxi Bhatt

Inspirational

2  

Indraxi Bhatt

Inspirational

જીવનની પરીક્ષા

જીવનની પરીક્ષા

1 min
2.3K


જીવનની આ પરીક્ષા કદી સમજાતી નથી
દિલની આ તડપની કેમે દબાવાતી નથી
 
વહે છે એ પીડા અશ્રુ બનીને આંખથી
અશ્રુની ધારા કેમે છુપાઈ છુપાવાતી નથી
 
કર્યો છે જો પ્રેમ સાચો, તો નિભાવો પણ પ્રેમથી
વીતેલ સમયની એ યાદને ભૂલાવાતી નથી
 
સબંધોનું સત્ય સદા અનુભવે જ સમજાતું
નિભાવવા છતાય જીંદગી થોડી બદલાતી નથી
 
'ઈશ' તું પણ કેવો મતલબી બન્યો છે અહીં
જીવન મુક્ત તોય તારી સજા ખમાતી નથી
 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational