STORYMIRROR

Indraxi Bhatt

Others

3  

Indraxi Bhatt

Others

હવે આવોને ગિરિવર મુજ દ્વાર

હવે આવોને ગિરિવર મુજ દ્વાર

1 min
13.6K


હાથ જોડી ને વિનવું વારંવાર
હવે આવોને ગિરિવર મુજ દ્વાર
મુજ અંતરમાં આગમનની હેલી ચડી.
દોઉં કર જોડી હું તારા ચરણે પડી.
માંગુ માંગુ  છું તુજ ધામનું દ્વાર.
હવે આવોને ગિરિવર મુજ દ્વાર.(1)


તારા નામ સ્મરણનો આશરો રહ્યો .
હૈયે  અઢળક વ્હાલનો દરિયો ભર્યો.
તુજ વિના ના  કોઈનો  આધાર.
હવે આવોને ગિરિવર મુજ દ્વાર.(2)


દ્વાર ખોલી બેઠી છું મુજ અંતરના.
ભાસ થાય છે ઘડી ઘડી પગરવના.
જઈ ઠાલવું ક્યાં આ પ્રેમ અપાર.
હવે આવોને ગિરિવર મુજ દ્વાર (3)


હાથ જોડીને વિનવું વારંવાર.
હવે આવોને ગિરિવર મુજ દ્વાર .


Rate this content
Log in