આગમન
આગમન
1 min
13.7K
આમ્રકુંજે કોયલ ટહુકી વસંતના વધામણા થયા...
મનભાવન આ દિને, હૈયે પગરવ તમારા થયા...
ચડી હેતની હેલી ઉરમાં ગુંજારવ નામનો થયો...
અધરે સ્પર્શું એ નામ ને અમે તમારા થયા...
ટહુકવા લાગ્યું છે મન, થનગને છે ઉન્મત બનીને,
વાટ જોતી આંખ્યુંને રાતભરના ઉજાગરા થયા...
ગલી ગલીમાં ફરું નામ લઈને એક તારું,
દલડું ખોવાયું તુજમાં, તમેજ તો ચિતચોર થયા...
