STORYMIRROR

Indraxi Bhatt

Others

3  

Indraxi Bhatt

Others

મા ને વન્દના,

મા ને વન્દના,

1 min
12.4K


મમતાનો ઉત્સવ,
મનગમતો  કલરવ,
"મ' મુજનો પર્યાય,
"આ' મેળવતા "માં" થઇ જાઈ,
મુજનું અસ્તિત્વ,
સ્ત્રીનું સતીત્વ,પાલવે સંતાણું,છાતીએ ઉભરાણું,
પોષણ પંડની ધારાનું,મુજનું સત્વ ધરાણુ,
હૈયું હરખાતું,
 "માં" જયારે પણ બોલાતું,
ના કોઈ પર્યાય "માં" નો,
ના તેના વિનાનું કોઈ ટાણું,
કૂખ તેની ઝળહળતી, પીડા સહતી રહતી,
અમુલખ ભેટ ઈશ્વરની,"માં" થી જગત જોવાણું,
માં તું શક્તિ સ્વરૂપા,
,તું જ જનની જગદંબા,
કરુણામયી પણ તું છે,
તું જ સંહારિણી સતરૂપા,
વિશ્વવની તું રચયિતા,
સર્જનહારની પણ તું માતા,
તુજ અંકે વિરમું બાળ તારી,પોષક તોષક તુ જ વિધાતા,
"માં" કહેતા રોમ રોમ હર્ષિત થાયે,
તારા બાળ  તને કેમ વિસરાવે,
જે કુખે જન્મી  જગતે વિચરી રહ્યા,તે જ આજ તને શોષી રહ્યા!
તારા ધાવણે  જેનો દેહ બન્યો,તે આજ તને તરછોડી રહ્યા!
તું શાને સહતી માર, તારા તનયનો હજી,દર્દ પીડાઓ છતાં,મુખે આશીર્વાદ હજી,
ધન્ય જનેતા,વંદન તારી મમતાની ઉદારતાને,
કરું લાખવાના તોય પામર હું તે ઋણ  ઉતારવાને,

 

 

 

 


Rate this content
Log in