જીવનની દિશા
જીવનની દિશા
જીવનની દિશા ક્યાં નક્કી થઈ જાય છે,
કર્મો તણી થપાટ વાગતાં ફંટાઈ જાય છે.
મુદ્દાઓ આવરી લેતાં ઘણી તૈયારી કરીએ,
છતાંયે સપનાંઓ ક્યાં પુરા થઈ જાય છે.
ધન દોલત કમાવવાના ચક્કરમાં ભુલે માનવતા,
કુદરતની વાગે થપાટ સીધા રસ્તે જાય છે.
આરોહ, અવરોહ પ્રવેગ આવે છે હર જીવનમાં,
લક્ષ્ય હોય એક તો જીવનની દિશા નક્કી થાય છે.
જીવન જ્યોત જગે સુવાસ ફેલાવે સારા કર્મો થકી,
કોઈ જીવને દુ:ખ ના આપવાની ભાવના કરાય છે.
