સમય
સમય
જીવનમાં બને છે એવી ઘટના કે આઘાત લાગી જાય છે,
આ જિંદગી પરથી જ્યારે મન ઊઠી જાય છે,
જેના પર મૂક્યો હોય છે વિશ્વાસ ઘણેરો,
એ જ લોકો વિશ્વાસ તોડીને ચાલ્યા જાય છે,
કરીએ તેમના માટે પ્રયત્નો આપણું કામ મૂકીને,
છેવટે તો કાંટાળા તાજ માથે મૂકી જાય છે,
ઘણું બધું પાછળ છૂટીને મનમાં એજ વિચારો ઘુમરાતા,
સંભાળીએ નહીં જાતને તો મન ડિપ્રેશનમાં જાય છે,
હરપલ લાગે છે કે નથી જીવાય એવી જિંદગી અહીં,
પરંતુ સમય જ એની દવા કરી જાય છે.
