શું ખબર
શું ખબર
શું ખબર જિંદગીનો અંત કેવો હશે ?
કોણ સાથે હશે અને કોણ દૂર હશે,
જીવી લો જિંદગીની ક્ષણો ખુશીઓથી,
કરેલાં કર્મો તો આપણાં સાથે જ હશે.
હરિયાળી છવાઈ લીલી ચાદર ઓઢી,
ધરતી જાણે હરખાતી યૌવને પોઢી,
સૌદર્ય વેર્યું જે કુદરતે ધરા પર,
વનરાજી હર્ખે લીલુડી ઓઢણી ઓઢી.
