STORYMIRROR

Vaishali Mehta

Drama Inspirational

3  

Vaishali Mehta

Drama Inspirational

જીવી લે તું આજ માં

જીવી લે તું આજ માં

1 min
13.3K



જીવી લેને તું આજ માં,

ખબર ક્યાં છે કાલની?

તૈયારી હતી રાજપાટની,

પણ, રામ ને ક્યાં ખબર હતી વનવાસની?


આજને સુધારી લે,

આપોઆપ સુધરી જશે કાલ જી!

વક્ત નથી કોઇ નો મોહતાજ,

ખબર રાખ તું; આ વાતની.


વાત સરળ ને સીધી છે આજની,

લખ્યું મિથ્યા નહીં થાય જી,

એ તો ભેખ છે; કર્મ તણા સિદ્ધાંતની,


પરિસ્થિતિ સહર્ષ સ્વિકારી લે આજની,

'અપના હાથ હી હૈ જગન્નનાથ'

ન રાખીશ અપેક્ષા કોઈ ના બાપની,


જીવી લે તું આજ માં

હૈયે રાખી હામ જી,

ખબર રાખજે, ખબરને પણ ખબર નથી,

ક્યારે થઇ જશે ખાક જી!!


Rate this content
Log in

Similar gujarati poem from Drama