Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kuntal Shah

Inspirational Others

5.0  

Kuntal Shah

Inspirational Others

જીંદગી એક રમત

જીંદગી એક રમત

1 min
222


આ જીંદગી પણ એક રમત છે,

અહીં જીતવાની સૌને મમત છે.


દોડો, પડો, ને પાછા ઉભા થાવ 

હાર ન માનો, જીતવાની શરત છે.


છતાં જળે, મૃગજળ પાછળ સૌ,

શી ખબર બધાને શેની તરસ છે ?


કરવું છે કોઈ દાન કે ધરમ, જો

‘માણસાઈ’થી સારી ક્યાં પરબ છે ?


પિત્તળનું મૂલ્ય પણ વધી ગયું,

જરાક ઓઢી જો સોનાની પરત છે.


ગયેલા સમયને વિનવ્યા કર્યો, 

એને ફરી આવવાનો ક્યાં વખત છે ?


રસ્તા જુદા, મંઝીલ સૌની એક

તડકે કે છાંયે, ચાલવાનું સતત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational