STORYMIRROR

Dr.Riddhi Mehta

Inspirational

4  

Dr.Riddhi Mehta

Inspirational

ઝંઝાવાત

ઝંઝાવાત

1 min
184

જન્મ થાય જે મનેખે,

થાય પરીક્ષા રોજેરોજ,

પરીક્ષા શરૂં થતી બાલમંદિરમાં,

પુરી થશે મરણશૈયા પર


આજ તો જીવન છે જ્યાં,

પરિણામ વિનાની કસોટી અપાર,

આ જ હોય જિંદગીનો ઝંઝાવાત !!


મન બદલાતું રહે રોજે,

આવે તડકા છાંયા રોજેરોજ,

અણધારી આવે કસોટી જીવનમાં,

ખુશી મળે મને ઘડીભર.


આજ તો મજા છે જ્યાં,

પોતાનાં પરખાય ના ઘણીવાર,

આ જ હોય જિંદગીનો ઝંઝાવાત !


માનવી ઘડાતો રહે આજે,

પરીક્ષા હોય એને રોજેરોજ,

ટેસ્ટમેચનો તો હેવાયો જીવનમાં,

વનડેમાં સદી થાય છે ક્યાં.


આજ તો મેચ હોય જ્યાં,

ભૂલથી સિક્સ ફટકારાય ઘણીવાર,

આ જ હોય જિંદગીનો ઝંઝાવાત !


   

  



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational