STORYMIRROR

Malti Patel

Classics

2  

Malti Patel

Classics

ઝાંઝર

ઝાંઝર

1 min
14.1K


ઝમઝમ કરતા ઝાંઝરિયાની ઘૂઘરીઓનો ઝણકાર..

રૂમઝુમ કરતા પાયલિયાની પગલીનો પાડનાર..

માત સીતાને નમીનમી લખન કરે નમસ્કાર..

જનની સમાન જનક દુલારીનો કરતા બહુ દુલાર..

વનવાસ વેળા વૈદેહીનો વિયોગ થયો વિકરાળ..

જાનકીની ભાળ માટે અનુજને બતાવ્યા અલંકાર..

સીતાજીના અલંકારથી મેળવશું સૌ ભાળ..

અનેકવિધ આભૂષણો દેખી બોલ્યા લક્ષ્મણ કુમાર..

બાંધવ, મારા જાનકીભાભીનો હું કરું છું સત્કાર..

ચરણકમળમાં વંદન કરી સુણુ નુપુરનો નાદ..

વંદન વેળા ઝૂકતા રહીને દેખ્યા ઝાંઝરના ઝબકાર..

સીતામાતાને વંદન કરતા જોતો પાયલનો પ્રકાશ..

બીજા અલંકાર વિશે કાંઈ ન જાણુ માફ કરોને ભાઈ

નુપુર, પાયલ કે ઝાંઝર નામથી મળશે ભાભીજીની ભાળ..

ચરણ દેખી ચરણરજથી કરતો ભાભીનુ સન્માન..

નારીનુ સન્માન જ તો છે, દેવતાઓનુ નિવાસ્થાન..

સ્ત્રી - સ્વરૂપી સીતા, ગીતા, સત્યા કે સાવિત્રીનું જાળવવું સ્વાભિમાન..

નારી સમ નારાયણીના શીલનું સચવાય આત્મ - સન્માન

રૂમઝુમના રણકાર સાથે ઝાંઝર દે છે અકળ જ્ઞાન..

પર-સ્ત્રી કે પરનારીનું પણ કરવું ચારિત્ર્ય સન્માન..

બે-દાગ મન થકી જ તો કરી શકાય સ્ત્રીઓનું કલ્યાણ..!


Rate this content
Log in

Similar gujarati poem from Classics