વડીલ
વડીલ
1 min
28.3K
જેનું દિલ વડ સમ વિશાળ એ છે વડીલ.?
વડીલ એટલે સમજણનો સાર અને અનુભવનો આચાર.
વડીલ એટલે લીલી-સૂકીનાં પ્રત્યક્ષ પ્રમાણપત્ર.
પણ એમાં ન હોય નકલ કે આપખુદીનું અત્ર. (અત્તર)
વડીલ એક વિશેષ વટવૃક્ષ, જેની શીતલ છાયામાં મીઠી માયા.
આશિષની આમ્રપાલી ને સંકટની સાંકળ એટલે વડીલ.
સમજદાર અને સહાયક ને સલાહકાર વડીલ હોય તો જીવનમાં બારેમા વસંત હોય.
વડીલ વિનાનું જીવન એટલે નાવિક વિહોણી નૌકા. જે ભવસાગરમાં
ખવરાવે ડચકાં.
વડીલો નિંદનીય નહી આદરણીય, સન્માનનીય
અને પૂજનીય એવાં પરિવારનાં સાક્ષાત દેવ છે.
