STORYMIRROR

Malti Patel

Others

3  

Malti Patel

Others

આંખ.. આંસુ.. સુમન..

આંખ.. આંસુ.. સુમન..

1 min
27.6K


ઓ આંસુ હું તુજને પૂછું, તારીને મારી આ તે કેવી સગાઈ ?

જ્યાં જ્યાં હું જાતી ત્યાં ત્યાં તું આવી જાય.

હારને જીતમાં પણ ખુશીને ગમને નામે ટપકી જાય. 

ઓ... આંસુ...


પળપળ મારો પીછો કરીને શાને તું અટવાય ?

પડછાયો પણ સાથ છોડી દે ત્યારે અંધેર મારી આ દુનિયામાં તું જ સાથી થાય.

છુપાવવા તુજને ચાહું તો ય તું મોતી સમ ચમકી ચાડી મારી ખાય.

ઓ... આંસુ...


જન્મથી અબઘડી સુધી તું જ તો છે એક વફાદાર મિત્ર સ્વજન બની જાય.

સ્વાર્થભરી દુનિયાને લાગે લાગણી મેળવવા તું રેલાય.

પણ હું તને ના નિમંત્રું તો ય તું વિણ આમંત્રણ દોડી દસ્તક દઈ જાય.

ઓ... આંસુ...


મારાં આંસુ તુ જ સમજે છે સાચું. તો ય કોઈ જ્યારે મગરનાં આંસુ એમ કહી જાય !

તો ઓ આંસુ હું તુજને પૂછુ મગરનાં આંસુ કેવાં હોય દેખાય

સિરિયલ, શૂટિંગ કે શો યા નાટક પણ જયારે ગ્લિસરીન થકી રોવરાવી જાય.

ઓ... આંસુ...


ત્યારે છાશવારે તું દોડી આવતાં આંસુ તારૂ ય મૂલ્ય ન જોખમાય. માટે  ઓ આંસુ

હું તુજને કહું છું મારી વાત જો તું સમજી જાય.

સ્વજન સખાની વિદાય કે કન્યાની સાસરવાટ ટાણે પણ તું શોર મચાવી જાય.

ઓ... આંસુ...


હારજીતને ટાણે કટાણે વરસવાને બદલે તું હર્ષ શોકની ભીનાશ ભૂલી જાય.

અને અલ્પેશાની વાત માનીને સુખદુઃખની ખરાશ મિટાવી સમરસ એવું તું સબરસ બની જાય.

ને વિના વાંકે કોઈ કટુ-વેણ કહે મને તો ય તું વરસવાનું વિસરી જાય તો મગર અને મગરના આંસુનું લેબલ ટળી જાય.

ઓ... આંસુ...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్