STORYMIRROR

Malti Patel

Others

3  

Malti Patel

Others

પડછાયો

પડછાયો

1 min
13.3K


નાનાનો નાનો ને મોટાનો મોટો, જેવો હશે તેવો જ પાડે ફોટો.

ચાહે છુપાવવા દુષ્કર્મને લાખ કરે કોઈ કોશિશ, પણ પડછાયો પાડે જ તેજલિસોટો.


સાચાંનો સાચો ને ખોટાનો ખોટો, પડછાયો જરૂર પાડશે ફોટો.

ખારાસાગરનો કે મીઠા જળનો મહિમા જોતા, તરસ માટે જોઈએ મીઠાં જળનો લોટો.


માનવ જીવન છે ગુલાબ, મોગરો કે કોઈ ફૂલડાં સમ ગલગોટો.

 ટાણે-કટાણે કરમાઈ જાતાં ફુટી જાશે પરપોટો.

સમજાય ને શીખાય તો નીકળે જ નહીં, ભ્રષ્ટાચાર, બળાત્કાર કે અત્યાચારનો વરઘોડો.


પડછાયો જ તો પ્રારબ્ધ થઈ પ્રગટે છે. માટે લોભ-લાલચ માટે કદી નાં દોડો.

પુરૂષાર્થ કે પરિશ્રમનાં પારસથી પ્રારબ્ધને જોડો.

અલ્પેશા છે એક જ છે કે મળે મહેનતનો મોલ થોડો.

પણ મફતનો કદી ય ના લેવો પડે ઘોડો.

પડછાયો છે મારો સંગાથી સારથિ બની લઈ જાશે અર્થિ.


Rate this content
Log in