ઝાડ નીચે બેઠા બચુભાઈ
ઝાડ નીચે બેઠા બચુભાઈ
ઝાડ નીચે બેઠા બચુભાઈ,
લઈને વાડકીમાં મીઠું દહીં
ઊડતાં ઊડતાં આવ્યા કાગડાભાઈ
ઝાડ ઉપર બેઠા પૂરી ખાવા ભાઈ
બચુભાઈ ખાતા'તા લહેરથી દહીં,
ત્યાં તો પૂરી નીચે પડી ગઈ
બચુભાઈ ગભરાયા બહુ ભાઈ,
નાઠા એ તો વાડકો ફેંકી દઈ
કાગડાભાઈને તો મજા આવી ગઈ
ખાઈ ગયા બધું એ તો મીઠું દહીં
