STORYMIRROR

LINABEN VORA

Fantasy

3  

LINABEN VORA

Fantasy

જાદુઈ પંખ

જાદુઈ પંખ

1 min
229

હે ! કરામતી પ્રભુ, જાદુઈ પંખ દઈ દે મને, 

તારી કરામતી દુનિયા જોવા, આવુંં છે મારે... 

જાદુઈ પંખ..... 

પંખ પહેરી બ્રહ્માંડ ફરુ, વિશાળ ગગન મા ગમન કરી, 

પરીઓના અલૌકિક દેશમાં ફરવું છે મારે... 

જાદુઈ પંખ.... 


અદભૂત સૃષ્ટિનું નિર્માણ કરી, 

બેજોડ કલાકૃતિના રચનાકાર, નિઃસ્વાર્થ નિર્માતા, સૌના ઉપકારીનો આભાર માનવો છે મારે... 

જાદુઈ પંખ...... 

આસમાની સુદંર પરીઓની જેમ, 

ભ્રમણ કરતી પૃથ્વીની સમીપ જઈ, પૃથ્વી સાથે, સંતાકુકડી રમવી છે મારે.... 

જાદુઈ પંખ........ 


સૂરજની અગ્નિ, ચંદ્રનું શીત, તારાનો ઝગમગાટ, 

નજીક જઈ, આહલાદક અનુભવ કરવો છે મારે...... 

જાદુઈ પંખ....... 

દરેક જીવમાં, શ્વાસ અને પ્રાણનો સંચાર કરી, 

પ્રભુ તારુ અખૂટ, ચમત્કારી સીલીન્ડર અને વેન્ટીલેટર જોવુંં છે મારે...... 

જાદુઈ પંખ..... 


ઈન્દ્રધનુષમા સુંદર રંગો ભરી, પ્રકૃતિમાં તાજગી ભરી, 

સુંદર રંગો ભરનાર, અદ્ભૂત ચિત્રકારને

મળવું છે મારે.... 

જાદુઈ પંખ........ 

જીવન-મરણના અવિરત ફેરા થતાં, કઠપૂતળીની જેમ સૌને નચાવતા, 

હે કઠપૂતળી નચાવનાર, "અદાકાર", 

તારી અદા જોવી છે મારે..... 

જાદુઈ પંખ..... 


કુદરતી આફતોનું સર્જન કરનારા, આફતો માથી સૌને ઉગારનારા, 

હે ! દયાળુ, તારી દયા દૃષ્ટિને, અંતર હૃદયથી નિહાળવી છે મારે..... 

જાદુઈ પંખ....... 

પાપ-પુણ્યનો ખેલ ખેલનાર, કર્મો નો હમેશાં હિસાબ રાખનારા, 

હિસાબમાં કયારેય ન ભૂલ કરનારા, 

સૂઝ-બૂઝ ભરેલી રમત સમજવી છે મારે..,.... 

જાદુઈ પંખ..,... 

શરીર ને પ્રાણ, હૃદય ને શ્વાસ,આંખને દૃષ્ટિ, કાન ને ધ્વનિ, નાક ને સુગંધ, જીભ ને સ્વાદ,મગજનું બેજોડ નિર્માણ, 

તારી કરામત ભરેલી, અપેક્ષા રહિત ખૂબીઓ બદલ, 

તુજને શત શત નમન, કરવુંં છે મારે... 

જાદુઈ પંખ.


Rate this content
Log in

More gujarati poem from LINABEN VORA

Similar gujarati poem from Fantasy