STORYMIRROR

Kalpesh Patel

Inspirational

3  

Kalpesh Patel

Inspirational

ઇલમ

ઇલમ

1 min
694

અઘરું નથી જીવન જીવવું કોરોનાથી ‘ડરતાં, રડતાં’,

ઓળખી ગયા વાયરસને સ્વજન અમારા ગુમાવતાં,


જોવા છે એને વટથી અઢળક ફૂલોને ‘મૂરઝાતા કરમતા’,

ઘાટમાં લેવાની બાધા રાખી બેઠેલો આ કોરોના,


બેશર્મને તકલીફ નથી પરપિંડમાં ‘ઉતરતાં તરતાં’,

ફંફોસવા નથી પડતાં એને અઢળક અજાણ ખૂણા,


અમે હતા તો તું હતો, કહેલૂ સ્વજનોએ ‘ખરતા મરતા’,

અમારા વિના કરશે શું ? આ વાયરસ તારા બિચારા,


તારી પાનખેરવીના હવે મૂક ‘અભરખા ભરખા’,

જાણે છે ? પાન ખેરવે વૃક્ષો મૂળસોતા નથી ખરતાં,


પહેરી લીધું માશ્કને સોશિયલ ડિસ્ટન્સ ‘રાખતા રખાવતા’,

કહીયે છીયે, મક્કમ છીયે સૌ તારા વાયરસને નાથવા,


તું મઝધારનું તોફાન બની ઝૂઝે, નાવને ‘ફાંસવા ફસાવા’,

'ઇલમ' શોધી લાવી નાવ સૌને નવજીવન આપવા,

 

અજય ઉપર વિજય આજે ‘પામવા પમાડવા’,

કાળ તારો બનવા આવી ગઈ છે વેક્સિન હાથમાં,


લઈશું લેવરાવીશું વેક્સિન સૌ ‘ઘરના બહારના’,

સલામત જીવનનો 'ઇલમ' છે અમારી વેક્સિનની જોડીમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational