STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન

ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન

1 min
169

આકાશ જેવી અનંત દ્ર્ષ્ટી આપી તે

ફૂલોની આપી ઋજુતા 

સાગર જેવું વિશાળ દિલ આપ્યું તે

ધરતી જેવી આપી તે સહનશીલતાા

સ્ત્રીનું સર્જન આપી ગઈ

તારી સુંદરતાનો પરિચય


મન મોહક મુખડું એનું

હોઠ એના ગુલાબની પાંખડી જેવા

હોઠ પર કાળું શોભતું કાળું તિલ

વદન એનું ચંદ્રમા   સિતારો જાણે બિન્દી

ઘૂંઘટ ઉઠાવે તો લાગે નીકળ્યો જાણે વાદળમાંથી ચદ્રમાં


તેના આ રૂપે તો ઋષિ પણ તપોભંગ થાાય

સુંદર તન સાથે આપ્યું સુંદર મન

ગણિતના અટપટા સમીકરણ જેવી

સમજાય નહિ એવું એનું મન

ક્યારેક ઉઘડતી ઉષા જેવું


તો ક્યારેક તપતા મધ્યાહન જેવું

ક્યારેક લાગે સમી સાંજ જેવું કેસરિયુંં

ક્યારેક મધુર ઝરણાં જેવું

તો ક્યારેકધીર ગંભીર સરિતા જેવુંં

પુત્રી, બહેન, પત્ની, માતા,

કેટલાય પાત્રો બખૂબી નિભાવતી


એ પિતાની દરેક વાતમાં ખ્યાલ રાખતી એ પુત્રી

ભાઈ સાથે મીઠો ઝગડો કરતી બહેન 

એક વ્યવહાર કુશળ મેનેજર

એ પતિ માટે તૂટેલો વિશ્વાસ સાધતીએ   પત્ની છે

પ્રેમથી કોળિયા ખવડાવતી

સંતાન માટે ઈશ્વર સાથે પણ લડી લેતી એ મા છે

 

કઈ કેટલાય રૂપમાં જીવે છે એ

પણ પોતાને જ ભૂલી જાય છે એ

એ ધારે તો બુરખા કે અંધાર પેટીની

આરપાર પણ જોઈ શકે છે

કેવી અણમોલ દૃષ્ટિ આપી

તે સ્વપ્નદ્રષ્ટા છે એ


ગણિત જેવું જટિલ એનું વ્યકિતત્વ

ઘણીવાર જે વસ્તુ મેળવવા

એ પારાવાર લડત કરતી હોય

બીજી જ ઘડીએ એનું

દાન આપતા પણ નથી અચકાતી


ત્યાગની મૂર્તિ છે એ

સ્ત્રી એટલે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન

સ્ત્રી એટલે એ ફૂલ જે પોતાના

આંગણ ને મહેકાવી છે

ઈશ્વર તારી આ કૃતિને કરું હું વંદન

ત્યાગમૂર્તિ પ્રેરણામૂર્તિ સહનશીલતાની મૂર્તિ્

પ્રેમ મૂર્તિ આ બધા જ એવોર્ડ  

જાય છે તારી આ કૃતિને ફાળેે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational