ઈશ્વરની સાથે ચોખ્ખો હિસાબ
ઈશ્વરની સાથે ચોખ્ખો હિસાબ
ઈશ્વરની સાથે આપનો ચોખ્ખો હિસાબ છે,
અવતાર ક્યા અમસ્તો કહો લાજવાબ છે.
હું વાર - ઝીલતો રહું, ને તું કર્યા કરે,
છું હુંયે કામિયાબ તુંયે કામિયાબ છે.
દેવો જવાબ આંખ મિલાવીને આંખથી,
આ વિશ્વની નજરમાં બળો ઇન્કિલાબ છે.
આ શહેરને સમસ્યા પીડે સ્થાન ફેરની,
ચહેરાની બદલે સહુની સમાજ પર નકાબ છે.
'સાહિલ' છતાં ખુલાસા અધૂરા રહ્યા ઘણાં,
નહિતર સવાલ મારા છે, મારા જવાબ છે.