STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

ઈચ્છા થાય છે

ઈચ્છા થાય છે

1 min
315

ઉન્નત આભ ઉપર જોઈને ઉડવાની ઈચ્છા થાય છે,

મળે જો પાંખો મને ગગને ભમવાની ઈચ્છા થાય છે.


નયનમાં દઈએ સમાવી દુનિયા એવું તો બને ક્યાંથી ?

આભ ચંદરવે કરી ભેળા ભેરુ રમવાની ઈચ્છા થાય છે.


નાના મોટાના ભૂલી જઈને ભેદો વિહરીએ વ્યોમે સહુ,

વિહંગ સંગ અંબરે ઠેરઠેર ફરવાની ઈચ્છા થાય છે.


અવની આભની વચ્ચે હો સામ્રાજ્ય બસ આપણું,

કરી ઉડ્ડયન ઊંચે ખુદ ઈશને નમવાની ઈચ્છા થાય છે.


આવ્યો આજે અવસર તો વધાવી લઈએ માનભેર,

મુક્ત ગગન, નીચે ધરા સહુને ગમવાની ઈચ્છા થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational