હવે ક્યારે ?
હવે ક્યારે ?
હવે ક્યારે પખાળવા દેશો પ્રભુ ચરણ તમારાં.
હવે ક્યારે નિહાળવા દેશો પ્રભુ વદન તમારાં.
છે અંતરની આરઝૂ અમારી અવિનાશી આજે,
હવે ક્યારે મિલાવવા દેશો પ્રભુ નયન તમારાં.
ભવોભવની તૃષા મારી બની ગૈ બળવત્તરને,
હવે ક્યારે સન્મુખ દેશો પ્રભુ દરશન તમારાં.
લેજો વિચારી વિખૂટા જીવની દશા દયાળુ,
હવે ક્યારે આશિષ દેશો પ્રભુ વર્ણન તમારાં.
વરી ચૂકી છું મન, વચન, કર્મથી કિરતાર તને,
હવે ક્યારે હાજરી દેશો પિત્તવસન તમારાં.
