હું...સરિતા
હું...સરિતા
1 min
22
સાગર હું "સરીતા" તને વાત કહેવાની
હું તો હંમેશા તારી સાથે રહેવાની,
બસ તને જ પામવા વહેતું રહેવાનું
અંતે તો તારી જ બાહોમાં સમાવાનું……
અદ્દભૂત પ્રેમ આકાશ ને સાગર તમારો
આકાશને મળવા મોજા ઉછળે ન આવે ઓવારો,
રડી ઊઠતું હશે એ નભ પણ તને મળવાને
બસ ખુદને વરસાવે તારી ખારાશ ઓછી કરવાને……
જાણે ગિરીવરે એની દીકરીને વિદાય આપી
મા વસુંધરાના ખોળામાં એને રમતી મૂકી,
વિપત કે કવેણમાં ન આવી દીકરી સાસરીયેથી
કાળમીંઢ પાણામાં પછડાણી છતાં પાછી ન ફરી દરિયેથી…..
ઉછળતીને ધોધરૂપે કૂદતી ને ખળખળ વહેતી તું
“રાંજે” જેવા તપસ્વીના સ્નેહ તણા હાલરડાં ગાતી તું,
અરણ્યોને ઉછેરતી ને સર્વજીવોનું તું પાલન કરતી
માનવ તને અભડાવતા તો પણ તું તો “મા” કહેવાતી…….