આ જીંદગી
આ જીંદગી
1 min
20
ઉછળકૂદ કરતા દરિયાનાં મોજા છે, આ જીંદગી,
નહિતર સરોવર ના શાંત પાણી છે, આ જીંદગી.
તોફાન પહેલાની નીરવ શાંતિ છે, આ જીંદગી,
ઘુઘવાટ કરતા પવનની લહેરો છે, આ જીંદગી.
છેલ્લે એક તારણમાં નીકળે છે, આ જીંદગી,
એની મેળે અવિરત વહ્યા કરે છે, આ જીંદગી.
ક્યાં ? કેમ? કેવી રીતે? વિતે છે, આ જીંદગી,
પ્રશ્નાર્થ ચિહ્નોની હારમાળા છે, આ જીંદગી.
રોજ અનેક સવાલ પૂછે છે, આ જીંદગી,
જવાબની રાહમાં જ ગુજરે છે, આ જીંદગી.
ભવસાગરમાં ભટક્યા કરે છે, આ જીંદગી,
અંતે થાકીને પંચતત્વમાં ભળે છે, આ જીંદગી.
