હું કોણ છું
હું કોણ છું
કોઈ તો આવીને કહે મને કે હું કોણ છું?
ભૂલું જ્યારે મારું ઠેકાણું ત્યારે મને કોક બતાવે.
સાચો છે કે ખોટો છે આ રસ્તો મારો
કેવી રીતે પાર કરીશ આ સફર.
ડર લાગે છે સપના ઓથી
કે ક્યાંક એ તુટી ના જાય.
ખુબજ વધારે ડરુ સબંધોથી
ક્યાંક એ ડસી ના જાય.
હું દાગ છું પણ ચંદ્રમાનો નહીં,
હૂં આગ છું પણ રાખ નહીં બનું.
હું દરિયો છું પણ ઓટ નથી,
હું શાંત છું તોફાની નથી.
હજી કહું છું કોઇ તો કહે મને હું કોણ છું?
શું છું?
કેમ છું?
ક્યાં છું?
કેવું શું?
મને મારા પરજ વિશ્વાસ નથી,
હું હોઉં કે ન હોઉં કશો ફરક નથી.
ભૂલ છે મારી હવે કોના ખભે જઈને રડું?
કોને ગોતું છું હું જે રસ્તામાં ખોવાઈ ગયાં.
બસ આટલું કોક કહી દે હું કોણ છું?
મારી મુજ સાથેજ ઓળખાણ કરાવી દે.