STORYMIRROR

Kuldeep Gadhadara

Others

3  

Kuldeep Gadhadara

Others

કોણ છે તું

કોણ છે તું

1 min
13.2K


કોણ છે તું કાંઇ ખબર પડે, સવાર પડે

તને મસેજ કરવાનું મન થાય કેમ ? ખબર નથી.

તું ના ઉઠી હોઇ ત્યાં સુધી ઉઠવાનું

મન ના થાય કેમ ? ખબર નથી.

ખબર છે તારો ચેહરો જોવા નઇ મળે, તો પણ

તારો જ એહસાસ થાય કેમ ? ખબર નથી.

હંમેશા મળવા માટે તને મનાવું, પણ તું માને નહીં

પણ હું રોજ રાહ જોવ કેમ ? ખબર નથી.

રોજ કૉલેજના ગેટ પર ઊભો રહું તારી રાહ જોઇ,

પણ કોઈ દિવસ તું ટાઈમે ના આવે. કેમ ? ખબર નથી.

ખબર છે હું તને હસ્તી જોઇ ના શકું

પણ તારી મુસ્કાનનું કારણ હું જ બનું કેમ ? ખબર નથી.

ફોનમાં ફોટો રોજ વારે વારે જોયા રાખું અને

તું મારી સામે હોવાનો એહસાસ થાય કેમ ? ખબર નથી.

એકલો એકલો તારી સાથે વાતો કરતો હોવ, ખબર

છે તું વાત નથી કરવાની કેમ ? ખબર નથી.

હમેશા તું રિસાયેલી હોય અને હું મનાવું

પણ તું માનેં નહીં તારી જીદ પણ વાલી લાગે કેમ ? ખબર નથી.

નીસ્વાર્થ સબંધને ઈમાનદારી પૂર્વક નીભાવું તો

પણ મારી કદર ન થાય પણ હું જાણવા છતાં કાઈ બોલું નહી

કેમ ? ખબર નથી.

હંમેશા મારી સામે બીજાનાં વખાણ કરતી ફરે

મારો એક સારો ગુણના દેખાઈ તને કેમ ? ખબર નથી.

તારી નજરમાં મારા સિવાય બધા છે પણ મારી નજરમાં

તું છો કઈ રીતે સમજાવું તને ?ખબર નથી.

ખબર તો એટલી છે કે, હું તને ખુબજ પ્રેમ કરૂ છું

તું માનેનાં માને મારી થા ન થા બસ હું તને જ પ્રેમ કરૂ છું.


Rate this content
Log in