હું ચહું..!
હું ચહું..!
હું તો મારામાં રત રહું,
મારી વાત હું કોને કહું ?
છું નિજાનંદમાં મસ્ત ને,
અંતરનો આનંદ લઉં,
છોને લોક ફાવે તે કહે,
હું તો મારી રીતે જ વહું,
મળી જાય જો મનભાવન,
સહજમાં એને હું ગ્રહું,
વસુધૈવ કુટુંબકં ગણીને,
સર્વને હું સદા સુખી ચહું.
