STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હરિવર તારો આધાર

હરિવર તારો આધાર

1 min
308

બગડી બાજી સુધાર હરિવર તારો આધાર,

હરપળ તારા વિચાર હરિવર તારો આધાર,


લખચોરાસી ફેરા ફરતાં સહેવો કર્મ પ્રહાર,

તારાં જાણીને ઉગાર હરિવર તારો આધાર,


માયા મોટી મોહિની જાણે કે લીલ શેવાળ,

હરડગલે છે પડકાર હરિવર તારો આધાર,


મંદમતિ હું માનવ કેમ કરી ઊતરું ભવપાર !

ચારેકોર દીસે અંધકાર હરિવર તારો આધાર,


તારાં જાણીને સંભાળજે વિનવું તને વારંવાર,

કરજે વિનયનો સ્વીકાર હરિવર તારો આધાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational