STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હરિવર માંગુ

હરિવર માંગુ

1 min
348

રહું સદા તારામાં મસ્તાન એટલું હરિવર માંગુ,

બસ આટલું રાખજે માન એટલું હરિવર માંગુ,


નયન રહે તને અવલોકતાં પલકારાને પરહરેને,

તારી કથા સૂણે નિત કાન એટલું હરિવર માંગુ,


જીહ્વા મારી નામસ્મરણ કરતાં કદીએ ના થાકે,

સાત્વિક રહે મારાં ખાનપાન એટલું હરિવર માંગુ,


ગાત્રો મારાં થાય પુલકિત તવ ચરિત્ર ગુણગાને,

ચાહે પછી ગમે તે કહે જ્હાન એટલું હરિવર માંગુ,


ભૂખ્યાંને હું ભોજન અર્પું તરસ્યાંને જળલોટો,

કર નિત્ય કરતા રહે પુણ્યદાન એટલું હરિવર માંગું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational