STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હરિ તારાં

હરિ તારાં

1 min
372

પશ્ચાતાપનાં નયનાશ્રુથી ચરણ પખાળવાં હરિ તારાં,

તારામય સાવ બની જઈને નૈન નિહાળવાં હરિ તારાં,


આમ તો તું લેશમાત્ર નથી દૂર મારી દૈનિક ક્રિયાથી,

પરમ પ્રકાશિત પરમેશ્વર પદકમલ પકડવાં હરિ તારાં,


સ્મરણમાં તું મને લાગે હરિવર સૌથી સવાયો પ્રભુ,

અમીનજર પામી વદનકમળને નીરખવાં હરિ તારાં,


ભક્તવત્સલતા શરણાગત પર સહજ તારો ધારો,

પ્રસન્નવદને પ્રભુ અમીશાં વચનો સાંભળવા હરિ તારાં,


મુલાકાત મારી- તારી હશે હરિ સૌને અચંબો દેનારી,

વરદ હસ્તે હરિવર ઊઠાવજે કરને સ્પર્શવા હરિ તારા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational