હરિ તારા વિચારમાં
હરિ તારા વિચારમાં
મળી જાય મને મબલખ હરિ તારા વિચારમાં,
શું બગાડે સંસારનું વખ હરિ તારા વિચારમાં,
મારે તારા જેવો છે સમરથ હરિ એ જ લબ્ધિ,
હું તો આરાધું ધણી અલખ હરિ તારા વિચારમાં,
આધાર તારો, ઉપચાર તારોને આહાર પણ તારો,
નામોચ્ચારે ભાસે તું સન્મુખ હરિ તારા વિચારમાં,
જીવન મારું થઈ જતું નવપલ્લવિત તારા કારણે,
હરિનામનો ધર્યો હો વરખ હરિ તારા વિચારમાં,
હરિ મારે તો છે તું હરઘડી હરપળનો સથવારોને,
શ્વાસ સરગમે તારી પરખ હરિ તારા વિચારમાં.
