હરિ આવોને.
હરિ આવોને.
શબ્દેશબ્દે સ્નેહ પ્રસારું હરિ આવોને,
તમારા સમાન કોને ધારું હરિ આવોને.
આપી રહ્યું ઉર આવકાર સ્નેહ પાથરી,
પ્રતિવિચારે તમને સંભારું હરિ આવોને.
નયનો રાહ જોઈ જોઈ એકીટસ થયાંને
તવ વિયોગે અશ્રુઓ ભરું હરિ આવોને.
જનેજનમાં હું નીરખું જનાર્દન તમને સદા,
જીવન માનવતાથી શણગારું હરિ આવોને.
અંતર ટાળો અંતરયામી જીવશિવનું હવે,
સર્વસ્વ તવ ચરણમાં વારું હરિ આવોને.
